Help Us Now સમૂહ મૂંડન
બાળક મુંડન વિધિ અથવા "મુંડન સંસ્કાર" એ ભારતમાં એક લોકપ્રિય પરંપરાગત ધાર્મિક વિધિ છે જે શુભ માન્યતાઓ સાથે કરવામાં આવે છે.સમુહ મુંડન પ્રસંગમાં બાળકના વાળ કપાવવાનો સમાવેશ થાય છે, જે અશુદ્ધિઓ અને નકારાત્મકતાને દૂર કરવાના પ્રતીક તરીકે ગણવામાં આવે છે.
બાળકની ઉંમરના પ્રથમ વર્ષને અંતે અથવા ત્રીજું, પાંચમું કે સાતમું વર્ષ પૂરું થાય ત્યારે તેના વાળ કપાવી ને યજ્ઞ કરવામાં આવે છે જેને મુંડન સંસ્કાર કહેવામાં આવે છે.
અમારી સંસ્થા દર વર્ષે સમૂહ મુંડન પ્રસંગ નુ આયોજન કરે છે.અમારી સંસ્થા દરેક બાળક ને ભેટ આપે છે જેને સમૂહ મૂંડન કરાવ્યુ હોઈ.આ પ્રસંગ પરિવાર અને મિત્રોને એકસાથે આવવાની તક પૂરી પાડે છે.